માનવ અધિકાર કાયદા ભવનના સંશોધકશ્રી ગોવિંદ વેકરિયાએ પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી

માનવ અધિકાર કાયદા ભવનના સંશોધકશ્રી ગોવિંદ વેકરિયાએ પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી

તા.૨૬/૦૨/૨૦૨૪ના રોજ કાયદા વિદ્યાશાખાના ડીનશ્રી ડૉ. મયુરસિંહ જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ માનવ અધિકાર કાયદા ભવનના સંશોધક શ્રી ગોવિંદ વેકરિયાનો પીએચ.ડી. વાઈવા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વાઈવાની સફળ પૂર્ણાહુતિ બાદ તેઓએ ડૉ. ગોવિંદ વેકરિયા તરીકે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી.

આ પ્રસંગે માનવ અધિકાર કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ.ભગીરથસિંહ એન. માંજરીયા ઉપસ્થિત રહ્યા હતા. બાહ્ય નિષ્ણાત તરીકે ડૉ.હિરેન બી. પટેલએ સંશોધન કાર્યનું મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન અને અભિનંદન પાઠવ્યા હતા. માનવ અધિકાર કાયદા ભવન માટે આ ગૌરવની ક્ષણ છે. વિભાગના સંશોધક તરીકે ડૉ. ગોવિંદ વેકરિયાની આ સિદ્ધિ વિભાગની સંશોધન પરંપરા, શૈક્ષણિક ગુણવત્તા અને જ્ઞાનસાધનાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

માનવ અધિકાર કાયદા ભવન પરિવાર તરફથી શ્રીગોવિંદ વેકરિયાને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરવા બદલ હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જ્વળ શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

26-02-2024